સુરેન્દ્રનગર : રાજકોટના ડીસીબી પોલીસ મથકે વર્ષ 2018-19માં નોંધાયેલા દારૂના 3 ગુનામાં આરોપી ચોટીલા તાલુકાના ખાટડી ગામનો વનરાજ જાતવડા ફરાર હતો. ત્યારે રાજકોટ રેન્જની ટીમના યોગેન્દ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ સહિતનાઓને આ શખ્સ ચોટીલા હાઈવે પર આણંદપર ચોકડી પાસે હોવાની બાતમી મળી હતી. જેમાં પોલીસે વોચ રાખી ફરાર વનરાજ માણભાઈ જાતવડાને ઝડપી લઈ સ્થાનીક પોલીસના હવાલે કર્યો છે. અને તેની ધરપકડની જાણ ડીસીબી પોલીસ મથક રાજકોટને કરવામાં આવી છે.
