સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે ભાઈ-બહેનના પવીત્ર તહેવાર રક્ષા બંધનની ઉજવણી કરાઈ હતી. સવારના સમયે શ્રોષ્ઠ મુહૂર્ત જોઈને બહેનોએ પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી હતી અને ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. બીજી તરફ ભાઈએ પણ બહેનોની રક્ષા કરવાનું વચન આપ્યુ હતુ. જયારે શ્રાવણી પુનમ પર્વ હોઈ ભુદેવોએ સામુહીક જનોઈ બદલી હતી.
હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવીત્ર માસ ગણવામાં આવે છે. શ્રાવણ માસમાં મહાદેવજીની સમગ્ર માસ ભકતી થાય છે. આ ઉપરાંત શ્રાવણ માસ તહેવારોનો મહીનો પણ ગણાય છે. જેમાં શ્રાવણ માસની પુનમે રક્ષાબંધનનો પવીત્ર તહેવાર આવે છે. ઝાલાવાડની તહેવાર પ્રીય જનતા દરેક તહેવારો ધામધુમથી ઉજવે છે. ત્યારે શુક્રવારે જિલ્લામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી. સવારના સમયે સારા મુર્હુત જોઈને બહેનોએ પોતાના ભાઈના હાથે રાખડી બાંધી હતી. અને ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. બીજી તરફ ભાઈઓએ પણ બહેનોની રક્ષાનું વચન આપ્યુ હતુ. મહાભારત કાળમાં દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે ચીર પુરનાર શ્રી કૃષ્ણને ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન માનવામાં આવે છે. પુરાણોના સમયથી રક્ષાબંધન પર્વની ઉજવણી થાય છે. સુરેન્દ્રનગર સબ જેલમાં બંદીવાન ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી હતી. અને ઝડપથી તેમના ભાઈ સજામાંથી મુકત થાય તેવી કામના કરી હતી. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસની પુનમે ભુદેવોએ સામુહીક જનોઈ બદલી હતી. જેમાં સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં પણ વીવીધ સ્થળે જનોઈ બદલવાના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પ્રથમ દશમવીધી સ્નાન કરાવાયુ હતુ. ત્યારબાદ ગણેશ અથર્વશીર્ષના પાઠ સાથે ગણેશ પૂજન, ઋષી, દેવ, પીતૃ તર્પણ, લક્ષ્મીનારાયણ પૂજન સાથે માં ગાયત્રીનું આહવાન કરીને ભુદેવોએ જનોઈ બદલી હતી. મૂળીના સદાવાડી સ્થિત પ્રાણનાથ મહાદેવના સાનીધ્યમાં અને સુ.નગરના હાટકેશ્વર મહાદેવમાં ભુદેવોએ યજ્ઞોપવીત બદલી હતી.
