સુરેન્દ્રનગર (બ્યુરો) : રાજકોટ રેન્જના અજયવીરસિંહ ઝાલા, રાજુભાઈ સહિતનાઓને મૂળીના ભવાનીગઢ ગામની સીમમાં હસમુખ મધુભાઈ દેકાવડીયા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપી હાજર મળી આવ્યો ન હતો. જયારે પોલીસે 620 લીટર દેશી દારૂ, 4 હજાર લીટર આથો અને સાધનો સહિત રૂ. 2.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી ભવાનીગઢના હસમુખ દેકાવડીયા સામે મૂળી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તેને ઝડપી લેવા વધુ તપાસ પીએસઆઈ એમ.આર.ગોહીલ ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો