ધ્રાંગધ્રાના સોલડીની ફળદ્રુપ જમીનમાં બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મંજૂરી મંગાયા બાદ ગ્રામજનો અને ખેડૂતોએ કોઇ પણ ભોગે મંજૂરી નહી આપવા માટે ગાંધીનગર વનમંત્રીને રજૂઆત કરી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર સોલડી ગામની ફળદ્રુપ જમીનમાં દેવયોગી હેલ્થકેર કંપની દ્વારા બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની મંજૂરી મેળવવા તમામ પ્રક્રિયા પુર્ણ કરી દેવાઇ છે.ત્યારે આ પ્લાન્ટથી ગામની જમીન,પાણીના તળ અને આજુબાજુના વિસ્તારના લોકોના આરોગ્યને નુકશાન થાય એમ હોવાથી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સનીભાઇ પટેલ,યુવા અગ્રણી જીગ્નેશભાઇ મેથાણીયા,સરપંચ દિપક પટેલ,બીટી પટેલ,નરેશ પટેલ અને જયેશ એચ.પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો ગાંધીનગર પહોચ્યા હતા.વનમંત્રી અર્જુનભાઇ મોઢવાણીયા,સીયા કમીટી અને પોલ્યુશન બોર્ડના અધિકારીઓને સોલડી આજુબાજુ વિસ્તારમાં આ પ્લાન્ટને મંજૂરી નહી આપવા માટે રજૂઆત કરી હતી.આમ પ્લાન્ટને મંજૂરી આપવાની અંતિમ તબક્કામાં પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ગ્રામજનો વિસ્તારના ખેડૂતો મંજૂરી રદ્ કરાવવા માટે એકજૂટ થઇ રહયા છે. આમ એક તરફ ધ્રાંગધ્રા તાલુકામાં કોંઢ વિસ્તારમાંથી પસાર થતી વીજલાઇનના વળતર માટે મોટાપાયે વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમો થઇ રહયા છે ત્યારે જો સોલડી વિસ્તારમાં આ પ્લાન્ટને મંજૂરી અપાશે તો સોલડી સહિત આજુબાજુના ગામડામાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો