રાજય સરકારે પ્રાથમીક શાળાઓની ખાલી પડેલી જગ્યાઓ ભરવા વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રીયા હાથ ધરી છે. જેમાં તા. 21 નવેમ્બરથી સમગ્ર રાજયના વીવીધ જિલ્લાઓમાં કેમ્પ યોજાઈ રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની દયામયી માતા સ્કુલમાં તા. 27ને શુક્રવારે વિદ્યા સહાયકોની ભરતી માટેનો કેમ્પ યોજાયો હતો. જિલ્લામાં હાલ પ્રાથમીક શાળાઓમાં 450થી વધુ જગ્યાઓ ખાલી છે. જેમાં જિલ્લામાં ધો. 1 થી 5ની 280 ખાલી જગ્યાઓની યાદી મુજબ મેરીટ વાળા 280 ઉમેદવારો ફાળવાયા હતા. રાજયની જિલ્લા શિક્ષણ સમીતી અને નગર શિક્ષણ સમીતી હસ્તકની સરકારી પ્રાથમીક શાળાઓમાં ધો. 1 થી 5માં શિક્ષકોની 11 હજારથી વધુ ખાલી જગ્યાઓ ભરવા વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રીયા હાથ ધરાઈ હતી. જેમાં તા. 1 એપ્રીલ-2026ના રોજ જાહેરાત બહાર પડાઈ હતી. અને તા. 15 થી 24 એપ્રીલ સુધી ઓનલાઈન અરજી કરવાની હતી. જેમાં તા. 14 સપ્ટેમ્બરે મેરીટ યાદી બહાર પડી હતી. અને લાયક ઉમેદવારોના કોલ લેટર અપાયા હતા. જયારે ઉમેદવારોના જિલ્લા પસંદગીના 3 રાઉન્ડ બાદ તા.2-11ને સોમવારે ગાંધીનગર ખાતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમેદવારોને પસંદ કરાયેલ જિલ્લામાં શાળા પસંદગી માટેનો ભલામણ પત્ર એનાયત કરાયો હતો. જયારે તા. 21-11થી સમગ્ર રાજયના વીવીધ જિલ્લાઓમાં ઉમેદવારોના શાળા પસંદગી માટેના કેમ્પ યોજાનાર છે. જેમાં તા. 27ને શુક્રવારે સુરેન્દ્રનગર શહેરની દયામયી માતા ઈંગ્લીશ સ્કુલ ખાતે ભરતી કેમ્પનું આયોજન જિલ્લા પ્રાથમીક શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણ સમીતી દ્વારા કરાયુ હતુ. જેમાં વહેલી સવારથી સુરેન્દ્રનગર ઉપરાંત અન્ય જિલ્લાના ઉમેદવારો ઉમટી પડયા હતા. વિદ્યા સહાયકોની ભરતી માટે રાજય સરકારે જિલ્લાને 280 ઉમેદવારો ફાળવાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમીક શાળાઓમાં શિક્ષકોની 450 વધુ જગ્યાઓ ખાલી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા 280 ખાલી જગ્યાઓની યાદી બનાવાઈ હતી. અને ફાળવાયેલા 280 ઉમેદવારોએ પોતાની પસંદગીની શાળા પસંદ કરી હતી. આ તકે જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી ડો. ભદ્રરાજસિંહ વાઘેલા, નાયબ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી અમીન ઘેસાણી, સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન જશુભા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ ડો. દિપેન્દ્રભાઈ ધાધલ, બીઆરસી નરેશભાઈ બદ્રેશીયા સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ ભરતી પ્રક્રીયા મોડી સાંજ સુધી ચાલી હતી. પરંતુ જિલ્લાની પ્રાથમીક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતીથી શિક્ષણ કાર્યને વેગ મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો