સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારની સગીર દિકરી સાથે 9 માસ પહેલા એક સગીરે કુકર્મ આચર્યુ હતુ. જેમાં સગીરા ગર્ભવતી બનતા અને તાજેતરમાં રાજકોટની હોસ્પીટલમાં સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. બનાવની પોકસોની કલમો સાથે આરોપી સગીર સામે સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

સુરેન્દ્રનગરના છેવાડાના વિસ્તારમાં રહેતા એક પરિવારને 15 વર્ષની સગીર દિકરી છે. પરિવાર જયાં રહે છે તેની નજીક એક દુકાને એક સગીર અવારનવાર આવતો હતો. અને 9 માસ પહેલા સગીરા સાથે વાતચીત કરતો હતો. બાદમાં એક દિવસ સગીરા ઘરે એકલી હતી ત્યારે સગીરે આવી સગીરાને બાવળમાં લઈ જઈને તેણીની સાથે 2 વાર કુકર્મ કર્યુ હતુ. અને 2 દિવસ બાદ ફરી દુષ્કર્મ આચર્યુ હતુ. થોડા દિવસો પહેલા સગીરાને મહાત્મા ગાંધી હોસ્પીટલ લઈ જવાતા તબીબોએ તેને રાજકોટની હોસ્પીટલમાં રીફર કરી હતી. જેમાં તા. 20-10ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ બનાવની સગીરાએ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકે સગીર સામે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીઆઈ એચ.એચ.જાડેજા ચલાવી રહ્યા છે.