સુરેન્દ્રનગર (બ્યુરો) : ભાવનગરના જય ગોપાલ જય રામાપીર મિત્ર મંડળ દ્વારા રાજસ્થાનના યાત્રાધામ રણુજા સુધીના પગપાળા તેમજ સાયકલ સવાર યાત્રા સંઘનું આયોજન કરાયુ હતુ. જેમાં સંઘે ધંધૂકા - લીંબડી હાઈવે પર બોરણા ગામે તા. 13મીના રોજ રાત્રી રોકાણ કર્યુ હતુ. તા. 14મીના રોજ વહેલી સવારે સંઘના રપથી વધુ યાત્રીઓ લીંબડી તરફ આવતા હતા. ત્યારે લીંબડીથી 3 કિલોમીટર દુર ડુંગર તળાવ વિસ્તાર નજીક એક પુરઝડપે જતી ઈકો કારે સંઘનાયાત્રીઓને અડફેટે લીધા હતા. જેમાં 6 યાત્રાળુઓને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા 108ના પાયલોટ રઘુભાઈ જોગરાણા અને ઈએમટી છાયાબેન તુરંત દોડી ગયા હતા. અને ઈજાગ્રસ્તોને લીંબડી તથા સુરેન્દ્રનગર હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગેની જાણ થતા લીંબડી પોલીસ દવાખાને દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તોના નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.
