સુરેન્દ્રનગર ફુડ વિભાગની ટીમે મહેતા માર્કેટમાં આવેલ એક દુકાનમાંથી સુકુન પ્રીમીયમ કાઉ ઘીનો નમુનો પૃથ્થકરણ માટે લીધો હતો. આ નમુનો સરકારી લેબમાં ફેઈલ થતા વિક્રેતા અને ઉત્પાદક પેઢી સામે કેસ કરાયો હતો. જેમાં વિક્રેતાને 30 હજાર અને ઉત્પાદકને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને તહેવારોના સમયમાં તેલ, ઘી, મીઠાઈ, દુધની બનાવટોમાં ભારે માત્રામાં વેપારીઓ ભેળસેળ કરતા હોય છે. ત્યારે તત્કાલીન ફુડ સેફટી ઓફીસર કે.ડી.વાઘેલા દ્વારા શહેરની મહેતા માર્કેટમાં આવેલ ન્યુ વિજય ટ્રેડીંગ કંપનીમાંથી સુકુન પ્રીમીયમ કાઉ ઘીનો નમુનો લેવાયો હતો. આ ઘીનું ઉત્પાદન દમણની સાવત્તા ફુડ પ્રોડકસટ દ્વારા કરવામાં આવે છે. આ નમુનો વડોદરા ખાતેની સરકારી લેબોરેટરીમાં ફેઈલ થયો હતો. ઘીમાં એસીલેટેડ મોનો એન્ડ ડાયગ્લેસેરાઈની હાજરી મળી આવી હતી. આ પદાર્થ ચરબી, તેલ અને એસેટીક એસીડમાંથી બનેલ ફુડ ઈમલ્સીફાયર હોય છે. જેનો ઉપયોગ ભેજનું નુકશાન અટકાવવા અને ઘીની સેલ્ફ લાઈફ વધારવા થાય છે. આથી ઘીનો નમુનો સબ સ્ટાર્ન્ડડ જાહેર થતા સુરેન્દ્રનગર અધીક કલેકટર અને એડજયુકેટીંગ ઓફીસર આર.કે.ઓઝા સમક્ષ ફુડ વિભાગ દ્વારા વિક્રેતા અને ઉત્પાદક પેઢી સામે કેસ દાખલ કરાયો હતો. આ કેસ તાજેતરમાં ચાલી જતા અધીક કલેકટરે વિક્રેતા પેઢી ન્યુ વિજય ટ્રેડીંગ કંપનીને 30 હજાર અને દમણની ઉત્પાદક પેઢી સાવત્તા ફુડ પ્રોડકટસને 1 લાખનો દંડ ફટકાર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: