સુરેન્દ્રનગરની શાન સમા રીવરફરન્ટ રોડ બનાવવામાં કરોડો રૂપીયાનું આંધણ થયુ છે. પરંતુ ઢંગધડા વગરના કામને લીધે ચોમાસામાં આ રોડ પાણીમાં ગરકાવ થઈ જાય છે. ત્યારે હાલ ભર શિયાળે રીવરફરન્ટ રોડ પાણી પાણી થઈ ગયો હતો. રીવરફરન્ટ પાસેથી પસાર થતી ભુગર્ભ ગટર ઉભરાતા ગંદા પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. જેને લઈને વાહનચાલકોને ગંદા અને દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થવુ પડયુ હતુ. તેમાંય રીવરફરન્ટના એક તરફના રોડનું નવીનીકરણનું કામ ચાલુ હોવાથી એકમાર્ગીય કરાયેલા રોડ પર વાહનોની આવન-જાવન રહેતી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: