વઢવાણની વિકાસ વિદ્યાલય સંચાલીત એમ.એમ.શાહ ગર્લ્સ હાઈસ્કુલ, વઢવાણની છાત્રાઓએ સુરેન્દ્રનગર શહેર ઝોનકક્ષાના કલા મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં લગ્નગીતમાં અવની પરમાર દ્વીતીય નંબરે, ગરબામાં શાળાની ટીમ પ્રથમ નંબરે, વકતૃત્વ સ્પર્ધામાં દિવ્યા સોલંકી દ્વીતીય, નીબંધમાં જીયા પરમાર પ્રથમ, એકપાત્રીય અભીનયમાં જલ્પા ઝાંપડીયા તૃતીય, લોકગીતમાં ભગવતી મકવાણા દ્વીતીય અને ભજનમાં ઉર્મીલા બાવળીયા દ્વીતીય નંબરે રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો