વર્ષ 2025ની વિદાય અને વર્ષ 2026ના આગમનની ઘડી આવી ચૂકી છે. સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં રહેલ રેવાના નીરની પાછળ સાંજની લાલીમામાં ડૂબતો સૂરજ આકાશને લાલ-પીળા રંગે રંગી રહ્યો છે અને આથમવુ એ હાર નથી, પણ નવી સવારની તૈયારી છે તેવા સંદેશ સાથે રાતની ગોદમાં સમાઈ જાય છે. મનમોહક રંગે રંગાયેલા આકાશ વચ્ચે આથમતો સૂરજ એ સાબીત કરે છે, દરેક અંત સુંદર હોઈ શકે છે, જો આપણે નવી સવારની આશા રાખીએ. વર્ષ 2025ની યાદો દિલમાં સંગ્રહ કરીને અને વર્ષ 2026ની આશા ઉમંગો વચ્ચે વર્ષ 2025ના આખરી સુર્યાસ્તની નયનરમ્ય તસવીર જોઈને કુદરતની કળા કેટલી ન્યારી છે. તેવુ કહેવાનું સહેજે ય મન થઈ જાય છે.

Surat: MBBSમાં 30 લાખની સ્કોલરશિપ અપાવવાના બહાને નર્સિંગ કોલેજની પૂર્વ શિક્ષિકાએ વિદ્યાર્થીની પાસે 80 લાખ પડાવ્યા









