સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ઝાલાવાડની સૌથી મોટી સ્થાનીક સ્વરાજયની સંસ્થા ગણાય છે. ત્યારે જિલ્લા પંચાયતની 32 બેઠકો પર સદસ્ય બનવા હાલ 98 ઉમેદવારો મેદાને છે. ઉમેદવારો પર નજર કરીએ તો 98 માંથી 41 ઉમેદવારો તો ધો. 10 કે તેથી ઓછુ ભણેલા છે. જયારે 16 ઉમેદવારો તો અંગુઠા છાપ છે. વાર્ષીક એકંદરે રૂ. 15 કરોડનું બજેટ ધરાવતી જિલ્લા પંચાયતના આગામી શાસકો કોણ હશે? તે હવે મતદારોના હાથમાં છે. ચૂંટણી લડતા ઉમેદવારોમાંથી 8 જ ગ્રેજયુએટ ઉમેદવારો છે. તો શું જિલ્લા પંચાયતનું શાસન સ્નાતક કક્ષાનો અભ્યાસ કરનાર ઉમેદવારોના હાથમાં જશે કે પછી રાજકારણનો અનુભવ એ જ લાયકાતની દૃષ્ટીએ ઓછા ભણેલા ઉમેદવારો પાસે જ શાસનધુરા રહેશે. તે એક વિચારમાં મુકી દે તેવો સવાલ છે.

Junagadhના જોષીપુરામાં કાર ચાલક નબીરાનો આતંક: સમજાવવા ગયેલા લોકો પર ગાડી ચડાવી









