સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સૌપ્રથમ મેયર રાકેશભાઇ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મીતાબેન રાવલ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિખીલભાઇ ચાંપાનેરી, દંડક સ્વાતીબેન માંડલીયા, શાસક પક્ષના નેતા પીન્ટુબેન અસાણીયાએ મનપામાં વૈદીક યજ્ઞ કરી વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ હાર્દિકભાઇ ટમાલીયા, નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણા, કમીશ્નર જે.કે.જાદવ, મહામંત્રી નરેશભાઇ પટેલ, ઉપપ્રમુખ જીગ્નાસાબેન નાયક, ઉપપ્રમુખ રાજભા ઝાલા, પુર્વ પ્રમુખ જીગ્નાબેન પંડયા, શહેર પ્રમુખ દેવાંગભાઇ રાવલ સહિતના સંગઠનના હોદેદારો સહિત શહેરીજનો હાજર રહયા હતા. મનપામાં પદગ્રહણ કરતા સમયે મેયર સહિતના તમામ હોદેદારોએ શહેરના વિકાસ માટે સતત કામ કરવાની ખાતરી આપી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: