ઝાલાવાડમાં હવામાન વિભાગ દ્વારા છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. આગામી તા. 23મી સુધી જિલ્લામાં વરસાદની શકયતા રહેલી છે. પરંતુ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કયાંક વરસાદના વાવડ નથી. આકાશમાં કાળાડિંબાગ વાદળોની આવનજાવન વચ્ચે વરસાદી માહોલ સર્જાય છે. પરંતુ વરસાદ વરસતો નથી. ત્યારે વધુ એકવાર વરસાદની આગાહી વચ્ચે જિલ્લામાં મહત્તમ તાપમાનમાં નજીવો વધારો નોંધાયો છે. તા. 17મીના રોજ મહત્તમ તાપમાન 32.3 ડીગ્રી સામે તા. 18મીના રોજ તાપમાનનો મહત્તમ પારો 33.8 ડીગ્રી નોંધાયો છે. જયારે મંગળવારે લઘુત્તમ તાપમાન 25.8 ડીગ્રી રહ્યુ છે.
