સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકમાં વર્ષ 1961માં રંભાબેન ટાઉનહોલ બનાવાયો હતો. નગરપાલિકા હસ્તકના ટાઉનહોલમાં અનેક રંગારંગ કાર્યક્રમો થયા છે. પરંતુ સમયાંતરે કાળની થપાટો લાગતા આ ટાઉનહોલ જર્જરીત થયો હતો. તેમાં પણ થોડા વર્ષો પહેલા શહેરના 80 ફુટ રોડ પર પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોલ બનતા રંભાબેન ટાઉનહોલ બંધ હાલતમાં હતો. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે નવો ટાઉનહોલ રૂ. 10 કરોડના ખર્ચે બનાવવાનું આયોજન છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા બુધવારે જર્જરિત ટાઉનહોલને જમીનદોસ્ત કરાયો છે. આ સ્થળે 350 લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળો ટાઉનહોલ બનશે. જેની સાથે સાથે મહાનગરપાલિકા સંચાલીત લાયબ્રેરી પણ નવી બનશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો










