સુરેન્દ્રનગર : પાણશીણા પોલીસ મથકે વર્ષ 2015માં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં જેલવાસ ભોગવતો આરોપી લીંબડી તાલુકાના ખંભલાવનો ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલા 4 વર્ષ પહેલા જેલમાંથી વચગાળાના જામીન પર મુકત થયો હતો. પરંતુ જેલમાં પરત જવાના બદલે તે ફરાર થઈ ગયો હતો. ત્યારે 4 વર્ષથી ફરાર આરોપીને સુ.નગર જિલ્લા એસઓજીની ટીમે બાતમીને આધારે કચ્છના સામખીયાળી પાસે આવેલ ગુરૂકૃપા નામની હોટેલ પાસેથી ઝડપી લઈ જેલ હવાલે કર્યો છે.
