દસાડા તાલુકા પંચાયતની 22 બેઠકો માટે તાજેતરમાં રોટેશન જાહેર થયુ છે. જેમાં દસાડા બેઠક અનુસુચીત આદિજાતી અનામત તરીકે જાહેર કરાઈ છે.
ત્યારે આ બેઠકમાં આવતા ગામોમાં એકપણ અનુસુચીત આદિ જાતીનો મતદાર ન હોવા છતાં આ અનામત આવતા વિરોધનો સુર ઉઠયો છે. અગાઉ દસાડા ગ્રામ પંચાયત દ્વારા આ અંગે ગ્રામસભા પણ બોલાવાઈ હતી. જયારે શહેઝાદખાન જહાંગીરખાન મલીક, જાવેદખાન જેસરખાન થેલા દ્વારા આ અંગે ગુજરાત સરકાર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધીકારી સામે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશીયલ સીવીલ અરજી દાખલ કરાઈ હતી. જેની આગામી સમયમાં સુનવણી હાથ ધરાશે. આ અરજીમાં જણાવાયા અરજદારના વકીલ અમ્મર સૈયદ અને એઝાઝુદ્દીન હુસેનીના જણાવાયા મુજબ મુજબ દસાડાના 7200 મતદારો પૈકી એકપણ આદિવાસી મતદાર નથી. અગાઉ 2011ની મતદાર યાદીમાં 25 આદીવાસી મતદારો નોંધાયા હતા. જે તમામ સરકારી નોકરીયાત હતા. દસાડામાં કાયમી વસવાટ કરતો એકપણ મતદાર ન હતો.










