સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનનો મહત્તમ પારો સતત 40 ડીગ્રીની ઉપર રહે છે. ગત તા. 10 એપ્રીલના 39 ડીગ્રી તાપમાન નોંધાયા બાદ તાપમાનનો પારો સતત 40થી 42 ડીગ્રી વચ્ચે નોંધાયો છે. ત્યારે શુક્રવારે પણ જિલ્લામાં સુર્યનારાયણે અગનગોળા વરસાવતા જિલ્લો અગનભઠ્ઠી બની ગયો છે. ગુરૂવારના મહત્તમ તાપમાન 41.0 ડીગ્રી સામે શુક્રવારે મહત્તમ તાપમાન 41.2 ડીગ્રી નોંધાયુ હતુ. જયારે શુક્રવારે લઘુત્તમ તાપમાન 25.0 ડીગ્રી નોંધાયુ હતુ. જે બુધવારના 24.2 ડીગ્રી સામે 0.8 ડીગ્રીનો વધારો દર્શાવતુ હતુ. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઉંચે જાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: