સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 થી 31 બેઠકો ભાજપે કબ્જે કરી છે ત્યારે ગત 28મી એપ્રીલે ચૂંટણીના પરીણામ જાહેર થયાના દોઢ મહિના બાદ જિલ્લા પંચાયતના પ્રથમ બોર્ડમાં સમીતીના ચેરમેનના નામો જાહેર કરાય એવી શકયતા હતી ત્યારે પાંચ મીનીટમાં બોર્ડ પુર્ણ કરી 11 જુનના રોજ એજન્ડા આપી બેઠક રખાઇ હતી. પરંતુ ગુરૂવારે પણ અલગ અલગ કાર્યક્રમોની વ્યવસ્તતાના કારણે પાંચ મીનીટમાં બેઠક પુર્ણ કરી આજે પણ ચેરમેનના નામો જાહેર થયા નહોતા. આમ જેમ જેમ સમય વીતતો જાય છે. એમ ચુંટાયેલા સદસ્યોમાં કોણ ચેરમેન બનશે ? એવી આતુરતા વધતી જાય છે. હવે કયારે તારીખ જાહેર કરી વિવિધ સમીતીઓના ચેરમેનના નામો જાહેર કરાય છે. એની સામે સૌની નજર મંડાયેલી છે.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









