સુરેન્દ્રનગરના ગૌરક્ષકને હળવદથી અમદાવાદ તરફ પીકઅપમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા હરીપર ગામ પાસે વોચ રખાઈ હતી. જેમાં વાહનચાલક હળવદના શખ્સને ઝડપી લઈ પોલીસના હવાલે કરાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ગુનો નોંધાયો છે.


સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ પરશુરામનગરમાં રહેતા બીજલભાઈ જેઠાભાઈ રબારી રાષ્ટ્રીય બજરંગદળમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છે. તેઓને હળવદથી અમદાવાદ તરફ જતી પીકઅપમાં પશુઓ હોવાની તથા તેઓને કતલખાને લઈ જવાતા હોવાની માહીતી મળતા હરીપર ગામ પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી પીકઅપ આવતા તેને રોકવામાં આવી હતી. અને તેમાં પાછળ 3 ભેંસ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતા પુર્વક બાંધેલી હાલતમાં હતી. આ અંગે પીકઅપના ચાલકને પશુઓ વિશે પુછતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં પોલીસે આવી પીકઅપ ચાલક સુરેન્દ્રનગરના હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા રપ વર્ષીય વિશાલ રમેશભાઈ બાંભાને ઝડપી લીધો હતો. અને તેની સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. બનાવની વધુ તપાસ એએસઆઈ એસ.એ.ખાંભલા ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: