સુરેન્દ્રનગર શહેરની બજારોમાં પરચુરણની ભારે અછત વર્તાઈ રહી છે. રૂ. 10 કે 20ની ખરીદી સામે રૂ. 100, 200 કે પ00ની નોટ આપવાથી વેપારીઓ છુટા આપવાની રીતસર ના પાડી દે છે. તેમાં પણ દિવાળીના તહેવારો આવતા વેપારીઓ અને ગ્રાહકો બન્ને પરચુરણની અછતથી પરેશાન છે. આવા સમયે ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એસબીઆઈના એજીએમ શૈલેષ ગોહિલને આ અંગે રજૂઆત કરાઈ હતી. જેમાં તા. 3જીને મંગળવારે બેંક અને ચેમ્બરના સંયુકત ઉપક્રમે ચલણી સિક્કા અને ચલણી નોટના વિતરણનું આયોજન કરાયુ હતુ. જેમાં શહેરના અજરામર ટાવરથી મહેતા માર્કેટ સુધી બેંકના ચીફ મેનેજર ઈમરાનભાઈ જીન્દાણી, કેતનકુમાર કાછડીયા, ચેમ્બરના પ્રમુખ દિનેશભાઈ તુરખીયા સહિતનાઓ દ્વારા વેપારીઓ અને ગ્રાહકોને રૂપીયા 6 લાખના મુલ્યના ચલણી સીક્કા અને નોટનું વિતરણ કર્યુ હતુ. ચેમ્બર અને બેંકની આ પહેલથી વેપારી આલમમાં આનંદની લાગણી ફેલાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો