આજે તા. 29મી જુનને સોમવારે જેઠ માસની પુનમ એટલે કે, વટ સાવીત્રી પુનમ છે. પૌરાણીક કથા મુજબ યમરાજા પાસેથી સત્યવાનને તેની પત્ની સાવીત્રી છોડાવીને લાવી હતી. મૃત્યુના મુખમાંથી છુટયા બાદ સત્યવાને 400 વર્ષનું આયુષ્ય ભોગવ્યુ હતુ. ત્યારે આજે યોજાનાર વટ સાવીત્રી પુનમે સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડનું પૂજન કરવાથી પરિવારમાં સુખ-શાંતી રહે છે. આ અંગે મહેન્દ્ર મહારાજ પુરાણીના જણાવાયા મુજબ વડને સુતરના દોરા વીંટી, વડની 11, 51 કે 108 વખત પ્રદક્ષીણા કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ શણગાર અને વસ્ત્ર અર્પણ કરે તો ગ્રહદોષ અને અકાળ મૃત્યુના ભયમાંથી મુકિત મળે છે.

Mehsanaના વિસનગરમાં દબાણ હટાવવાની કામગીરી મોટા વિવાદમાં: ખોટા સર્વે નંબર પર મકાનો તોડી પાડ્યાનો આક્ષેપ









