ઉત્તર પ્રદેશના કાનપુર નજીક આવેલ પનકીધામથી હાપા જઈ રહેલી માલવાહક ટ્રેન ઈંધણના ખાલી વેગન લઈને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના યાર્ડમાંથી રાજકોટ તરફ તા. 21-10ના રોજ બપોરે રવાના થઈ હતી. ત્યારે યાર્ડની બહાર લુપલાઈનમાંથી રાજકોટ તરફની મુખ્ય લાઈન પર આવતા અચાનક ટ્રેનના ર વેગન પાટા પરથી ઉતરી ગયા હતા. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનનો ટેકનીકલ સ્ટાફ, જીઆરપી, આરપીએફ સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અંગેની જાણ થતા રાજકોટથી રિપેરીંગ માટેની ટ્રેન સુરેન્દ્રનગર રવાના કરાઈ હતી. અને હાઈડ્રો જેક થકી ટ્રેનને પુનઃ ટ્રેક પર લાવી રવાના કરાઈ હતી. બાદમાં આ બનાવની તપાસ કરાઈ હતી. જેમાં ટ્રેકના ક્રોસ ઓવર લે આઉટમાં ખામી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે રાજકોટ રેલ ડીવીઝન દ્વારા આ અંગેની કામગીરી પુર્ણ કરાઈ છે. આ અંગે રાજકોટ રેલ ડીવીઝનના સીનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર સુનીલકુમાર મીનાના જણાવાયા મુજબ આ સ્થળે 1 ઈન 12 ટર્નઆઉટના સ્થાને 1 ઈન 8.5 ટર્ન આઉટ સ્થાપીત કરાયો છે. જેમાં આધુનીક થીક વેબ સ્વીચ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. સાથે જ ક્રોસ ઓવરના ટ્રેકને જરૂરીયાત મુજબ શીફટ અને એડજસ્ટ કરીને તેના વળાંકને વધુ સરળ કરાયો છે. વધુ સારા ટ્રેક ભુમીતી અને સરળ વળાંકથી ક્રોસ ઓવર પરથી ટ્રેનો પસાર થતી વખતે લાગતા આંચકા અને બીન જરૂરી લેટરલ ફોર્સીસમાં ઘટાડો થશે અને રેલ પરિચાલન વધુ સુચારૂ બનશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો