મુળી તાલુકાના સડલા ગામે રહેતા અને વન કર્મી તરીકે ફરજ બજાવતા યુવાન પર મારી નાંખવાના ઈરાદે ર કાર ચડાવ્યાની 15 શખ્સો સામે મુળી પોલીસ મથકે ગત સપ્ટેમ્બર-2025માં ફરિયાદ નોંધાઈ હતી.
મુળી તાલુકાના સડલાના પ્રતાપસિંહ ગગજીભાઈ સોલંકી ફોરેસ્ટ વિભાગ સુરેન્દ્રનગરમાં ધ્રાંગધ્રા નોર્મલ રેન્જમાં રાજસીતાપુરમાં વનરક્ષક તરીકે ફરજ બજાવે છે. તા. 28-9-25ના રોજ સવારે તેઓ જંગલ વિસ્તારમાં બાઈક પર પેટ્રોલીંગ કરી સડલા તરફ આવતા હતા. જેમાં બપોરના સમયે કળમાદ પાસે સામેથી બાઈક લઈને કળમાદનો અરજણ વાઘાભાઈ રોજીયા અને એક અજાણ્યા શખ્સે આવી બાઈક સામે રાખી અપશબ્દો કહી પ્રતાપસિંહનો કાંઠલો પકડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં સાંજના સમયે તેઓ બાઈક લઈને ગામના બસ સ્ટેશન પાસેથી પસાર થતા હતા. ત્યારે સ્કોર્પીયો અને સ્વીફટ કારમાં અરજણ વાઘાભાઈ રબારી, ઈશા વીહાભાઈ રબારી, ગોપાલ મેરૂભાઈ રબારી, પ્રવીણ સુરાભાઈ રબારી, ગભરૂ કરશનભાઈ રબારી અને 10 અજાણ્યા શખ્સોએ બન્ને કાર પાછળ ચલાવી પ્રતાપસિંહના બાઈક પર મારી નાંખવાના ઈરાદે ચડાવી હતી. જેમાં પ્રતાપસિંહ એક સબંધીના ઘરમાં જતા રહેતા આ શખ્સો લાકડીઓ લઈને આજે તો તને પતાવી દેવાનો છે તેમ કહી ધમકી આપી હતી. આ અંગે મુળી પોલીસ મથકે 15 આરોપીઓ સામે હત્યાની કોશીષની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસના ફરાર 2 આરોપીઓ મુળી તાલુકાના કળમાદના મેહુલ ઉર્ફે ગોપાલ મેરૂભાઈ રોજીયા અને દેવા સુરાભાઈ રોજીયાને મુળી પીઆઈ કે.બી.વિહોલની સુચનાથી સ્ટાફે ઝડપી લીધા છે. બીજી તરફ પેરોલ ફર્લો સ્કવોડના શકિતસિંહની બાતમીને આધારે કળમાદનો નારાયણ જેઠાભાઈ રોજીયા ખેડા જિલ્લાના મહેમદાબાદથી










