અમદાવાદ-લીંબડી નેશનલ હાઈવે પર પાણશીણા ચેકપોસ્ટ, લીંબડીની નંદીગ્રામ સોસાયટીના રહેણાક મકાન, સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ પર આવેલ અયોધ્યા શાક માર્કેટ અને સાયલાના ગરાંભડી ગામે પોલીસે દારૂના દરોડા કર્યા હતા. જેમાં 4 શખ્સો દારૂ, બીયર, ટ્રક, મોબાઈલ, સ્કુટર સહિત રૂપીયા 13,69,530ની મત્તા સાથે પકડાયા છે.


પાણશીણા પોલીસને પ્લાસ્ટીકના દાણા ભરેલ ટ્રકમાં વિદેશી દારૂ હોવાની બાતમી મળતા ચેકપોસ્ટ પાસે વોચ રાખી હતી. જેમાં શંકાસ્પદ ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાંથી બીયરના 528 ટીન અને પ્લાસ્ટીકની 2 લીટર દારૂની 2 બોટલ મળી આવી હતી. આથી ટ્રક ચાલક ચોટીલાના ઘાંચીવાડમાં રહેતા સુલતાન ઉમરભાઈ કલાડીયા, દારૂ મોકલનાર અને મંગાવનાર તમામ સામે ગુનો નોંધી દારૂ, મોબાઈલ અને ટ્રક સહિત રૂપીયા 13,26,960ની મત્તા કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જયારે લીંબડી પોલીસ મથકના એએસઆઈ બી.જે.સોલંકી સહિતની ટીમને નંદીગ્રામ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતો ધનરાજસિંહ ઝાલા તેના મકાને વિદેશી દારૂ વેચતો હોવાની મળતા રેડ કરાઈ હતી. જેમાં મુળ ભલગામડાનો 38 વર્ષીય ચાની હોટલ ચલાવતો ધનરાજસિંહ ઉર્ફે ગોપાલસિંહ જયેન્દ્રસિંહ ઝાલા વિદેશી દારૂની 12 બોટલ કિંમત રૂપીયા 5670 સાથે ઝડપાયો છે. બીજી તરફ સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસને રણજીતનગરમાં રહેતો ધર્મેન્દ્રસિંહ ઝાલા અયોધ્યા શાક માર્કેટ પાસે સ્કુટરની ડેકીમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં 30 વર્ષીય ધર્મેન્દ્રસિંહ કિશોરસિંહ ઝાલા વિદેશી દારૂની નાની મોટી 9 બોટલ સાથે પકડાયો હતો. આ શખ્સની પ્રાથમીક પુછપરછમાં આ દારૂ જોરાવરનગરના કર્મદીપસિંહ નરેન્દ્રસિંહ રાણા પાસેથી લાવ્યો હતો. આથી પોલીસે ધર્મેન્દ્રસિંહને દારૂ અને સ્કુટર સહિત રૂપીયા 36,400ની મત્તા સાથે ઝડપી લઈ બન્ને સામે ગુનો નોંધ્યો છે. કર્મદીપસિંહને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ મહેન્દ્રસિંહ ગોહેલ ચલાવી રહ્યા છે. અને સાયલાના ગરાંભડી ગામેથી મુકેશ રસાભાઈ મેણીયા વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂપીયા 500 સાથે ધજાળા પોલીસના હાથે પકડાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam


  • Follow us on: