સુરેન્દ્રનગરના ગૌરક્ષકને હળવદથી અમદાવાદ તરફ પીકઅપમાં પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની બાતમી મળતા વસાડવા ચોકડી પાસે વોચ રખાઈ હતી. જેમાં વાહનચાલક સુરેન્દ્રનગરના શખ્સને ઝડપી લઈ પોલીસના હવાલે કરાતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ગુનો નોંધાયો છે.


સુરેન્દ્રનગરના દાળમીલ રોડ પર આવેલ પરશુરામનગરમાં રહેતા બીજલભાઈ જેઠાભાઈ રબારી રાષ્ટ્રીય બજરંગદળમાં સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છે. તેઓ ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર હતા. ત્યારે તેમને હળવદથી અમદાવાદ તરફ જતી પીકઅપમાં પશુઓ હોવાની તથા તેઓને કતલખાને લઈ જવાતા હોવાની માહીતી મળતા વસાડવા ચોકડી પાસે વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી પીકઅપ આવતા તેને રોકવાની કોશીષ કરતા ચાલકે ગાળા ગામ તરફ પીકઅપ હંકારી મુકી હતી. આથી ગૌરક્ષકોએ પીછો કરી ગાળા પાસે પીકઅપને આંતરી તપાસ કરાતા તેમાં પાછળ 2 ભેંસ ઘાસચારા કે પાણીની વ્યવસ્થા વગર ક્રુરતા પુર્વક બાંધેલી હાલતમાં હતા. આ અંગે પીકઅપના ચાલકને પશુઓ વિશે પુછતા કોઈ સંતોષકારક જવાબ ન મળતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેમાં પોલીસે આવી પીકઅપ ચાલક સુરેન્દ્રનગરના મહેશ જીલાભાઈને ઝડપી લીધો હતો. અને તેની સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતીબંધ અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. વધુ તપાસ એએસઆઈ વી.જી.પરમાર ચલાવી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: