સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલ સ્ટાફના અમરકુમાર ગઢવી સહિતનાઓને સાયલા તાલુકાના હડાળા ગામના બોર્ડ પાસે આવેલ હોટલ નાગરાજમાં છળકપટથી મેળવેલ સીમેન્ટની થેલીઓનું વેચાણ થતુ હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં હોટલ માલીક સાયલા તાલુકાના ઢેઢુકીનો રામકુ જેઠુરભાઈ વેગડ અને યુપીનો અચ્છેલાલ રામલાલ સીમેન્ટની 18 થેલીઓ અને ટેન્કર સહિત રૂ. 10,04,800ની મત્તા સાથે ઝડપાયા હતા. બન્નેને સાયલા પોલીસના હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: