સુરેન્દ્રનગરના સી.યુ.શાહ મેડીકલ હોલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લાકક્ષાના 2 અને તાલુકા કક્ષાના 3 શિક્ષકોને મહાનુભાવોના હસ્તે પારીતોષીક વિતરણ કરાયા હતા. આ તકે 100 ટકા પરિણામ લાવનાર શાળાઓ અને વિષય શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.
ભારતના પુર્વ રાષ્ટ્રપતિ ભારત રત્ન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મ જયંતીએ શિક્ષક દિવસ ઉજવાય છે. ત્યારે જિલ્લા શિક્ષણાધીકારી કચેરી દ્વારા શહેરના મેડિકલ હોલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કલેકટર જી.એચ.સોલંકી, જિલ્લા શિક્ષણાધીકારી એ.એમ.ઓઝા, નાયબ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધીકારી ડો. ભદ્રરાજસિંહ વાઘેલા, ડાયેટના પ્રાચાર્ય ડો. સી.ટી.ટુંડીયા, શિક્ષણ નીરીક્ષક કે.એન.બારોટ સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા.
