મૂળી તાલુકાના ગોદાવરી ગામ પાસેથી વઢવાણ ભોગાવો નદી પસાર થાય છે. સુરેન્દ્રનગર-મુળી હાઈવે પરથી ગોદાવરી ગામમાં જવા માટે વર્ષો પહેલા ભોગાવા નદી પર નાળુ હતુ. દર વર્ષે ચોમાસામાં ભોગાવા નદીમાં પાણી આવી જતા આ નાળુ ડુબી જતા ગોદાવરી ઉપરાંત દીગસર, દાણાવાડા સહિતના ગામોને હેરાનગતી ભોગવવી પડતી હતી. ત્યારે વર્ષ 2022માં સરકાર દ્વારા ગોદાવરી ભોગાવા નદી પર રૂપીયા 8 કરોડના ખર્ચે પુલનું નીર્માણ કરાયુ હતુ. ત્યારે ઝાલાવાડમાં છેલ્લા થોડા દિવસોથી પડતા સતત વરસાદને લઈને તા. 7ને મંગળવારે સાંજે પુલ પર અંદાજે ર ફુટનું મસમોટુ ગાબડુ પડી ગયુ હતુ. ગ્રામજનો દ્વારા આ અંગેનો વીડીયો બનાવી વાયરલ કરતા તા. 8ના રોજ સવારે તંત્ર દ્વારા રિપેરીંગ કામ હાથ ધરાયુ હતુ. પરંતુ 4 વર્ષ પહેલા રૂ. 8 કરોડની માતબર રકમમાંથી બનેલ પુલમાં ગાબડુ પડતા આ પુલના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાની રાવ ગ્રામજનો વ્યકત કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો