સુરેન્દ્રનગરમાં રહેતા અને પાટણના સાંતલપુરમાં આઈબી પીએસઆઈ તરીકે ફરજ બજાવતા યુવાન કાર લઈને પાટણ જિલ્લાના વારાહી જતા હતા. ત્યારે દસાડા-બહુચરાજી હાઈવે પર કઠાડા પાસે સામેથી પુરઝડપે આવતા ટ્રેલર સાથે કાર અથડાઈ હતી. જેમાં કારમાં સવાર પાટણ જિલ્લાના નીવૃત નાયબ મામલતદાર સહિત રના મોત થયા છે. જયારે પીએસઆઈ સહિત રને ઈજાઓ પહોંચી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખેરવા ગામના વતની 40 વર્ષીય હયાતખાન હુસેનખાન મલેક હાલ સુરેન્દ્રનગર શહેરના લક્ષ્મીપરામાં રહે છે. તેઓ પાટણ જિલ્લાના સાંતલપુરમાં ગુજરાત પોલીસના આઈબી વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. તા. 15-6ના રોજ તેઓ કારમાં તેમની સાથે નીવૃત નાયબ મામલતદાર અહેમદખાન અલીખાન મલેક, રાણબાઈ અહેમદખાન મલેક અને હસીનાબેન ઈકબાલખાન મલેકને લઈ પાટણ જિલ્લાના વારાહી ગામે જતા હતા. જેમાં બપોરના 1 કલાકના સુમારે દસાડા-બહુચરાજી હાઈવે પર કઠાડા ગામ પાસે સામેથી આવતા ટ્રેલર ચાલકે પુરઝડપે ટ્રેલર ચલાવી કાર સાથે અકસ્માત કર્યો હતો. જેમાં કારમાં સવાર ચારેયને ઈજાઓ થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં અહેમદખાન અલીખાન મલેક અને હસીનાબેન ઈકબાલખાન મલેકનું મોત થયુ હતુ. આ અંગે ખેરવાના ફીરોઝખાન અશરફખાન મલેકે દસાડા પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પીએસઆઈ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યા છે.

નારિયેળ પાણી પીવું એજન્સીના સંચાલકને રૂ. 52 હજારમાં પડયું









