સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા, મૂળી તાલુકાના વિસ્તારોના કેટલાક ઈસમો દ્વારા વન વિભાગની પરવાનગી વગર કરાતા વૃક્ષોનું છેદન તથા તેનું ગેરકાયદે પરીવહન કરાતું હોવાની ઉઠેલી ફરિયાદોને ધ્યાને લઈ જિલ્લા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મૂળી રેન્જની ટીમ દ્વારા આકસ્મીક વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રના ચેકીંગમાં ગેરકાયદે વૃક્ષો કાપી તેના લાકડાનું પરીવહન કરતા બે વાહનો ઝડપી લેવાતા લાકડાની હેરાફેરીનો પર્દાફશ થયો છે. તંત્ર દ્વારા ઝડપેલ બન્ને વાહનોમાંથી અંદાજે પાંચ ટન જેટલો લાકડાનો જથ્થો ઝડપી લેવા સાથે ત્રણ ઇસમો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
ક્ષેત્રીય રેન્જ મૂળી કચેરીના ઇન્ચાર્જ રેન્જ ફેરેસ્ટ ઑફ્સિર પ્રવિણસિંહ ચૌહાણ તથા સ્ટાફ્ના દાનુભા ગોહિલ, મુકેશભાઇ કરમટીયા સહિતની ટીમ દ્વારા ડોળીયા હાઈવે પર જતી લાકડા ભરેલી બોલેરો પીકઅપ અટકાવીને તલાશી લેતા તેમાં ભરેલ લીમડા તેમજ અન્ય જાતના લાકડા ભરેલા મળી આવ્યા હતા. લાકડાના પરિવહન માટે જરૂરી કાગળો નહીં મળતા તંત્ર દ્વારા આરોપી વાહન ચાલક ધનજી ભુપત કોરડિયા,રહે. સામતપર, તા.સાયલા તથા વાડી માલીક ચંદુ ત્રીકમ શ્રીમાળી, રહે. ડોળીયા વાળા સામે વગર પરવાનગીએ લાકડા કાપી તેનું વાહતુક કરવા બદલ ખાતાકીય રહે કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગના ચેકીંગ દરમિયાન મૂળી હાઈવે પર ધર્મેન્દ્રગઢના બોર્ડ પાસેથી પણ અન્ય એક ગેરકાયદે લાકડા ભરેલું પીકઅપ વાહન ઝડપી પાડયું હતું. આ મામલે વન વિભાગ દ્વારા ઝડપાયેલ આરોપી વાહન ચાલક અમરશી લાલજી ખીમાણીયા રહે.હાલ વગડીયા, તા.મૂળીની પૂછપરછ કરતા વાહનમાં ભરેલ લાકડા તેણે વઢવાણ તાલુકાના બલદાણાના રેવન્યુ વિસ્તારમાંથી વગર પરવાનગીએ કાપી વહન કરી રહ્યા હોવાની કબૂલાત કરતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેવન્યુ વિસ્તારમાંથી લાકડા કાપવા માટે મામલતદારની મંજૂરી તથા પરિવહન માટે ગ્રામ પંચાયતમાંથી લેવાના જરૂરી એવા વાહતુક પાસ વગર બેફમ વૃક્ષ છેદન કરી કરાતા વેપલા સામે વન વિભાગની કાર્યવાહીથી ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા ઈસમોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો છે.
