સમગ્ર રાજયની આરટીઓ કચેરીમાં જુના ખાનગી વાહનોના ફીટનેશ અને રી રજીસ્ટ્રેશનની કામગીરી ગત મે માસથી અટકી પડી હતી. ત્યારે તા. 13 જુલાઈથી સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર આરટીઓ પણ આ કામગીરીની શરૂઆત થઈ છે. જયાં સુધી ફીટનેશ સેન્ટર ધમધમતા ન થાય ત્યાં સુધી આ કામગીરી સુરેન્દ્રનગરના બહુમાળી ભવન સ્થીત આરટીઓ કચેરીએથી થનાર છે.
કેન્દ્ર સરકારના માર્ગ પરીવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 15 વર્ષથી વધુ વાહનોનારી રજીસ્ટ્રેશન અને ફીટનેશ માટેના નવા દરો સાથેનુ જાહેરનામુ પ્રસીધ્ધ કરાયુ છે. ગુજરાત રાજયની 39 આરટીઓ કચેરીમાં ગત મે માસથી આ કામગીરી અટકી પડી હતી. ત્યારે સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 15 વર્ષથી વધુ જુના ખાનગી વાહનોના ફીટનેશ અને રી રજીસ્ટ્રેશનની પ્રક્રીયાનો આરંભ થયો છે. આ અંગે સુરેન્દ્રનગર આરટીઓ અધીકારી એમ.ડી.પાનસેરીયાના જણાવાયા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ફીટનેશ સેન્ટર શરૂ ન થાય ત્યાં સુધી બહુમાળી ભવન સ્થીત આરટીઓ કચેરી ખાતે વાહનોના ફીટનેશની કાર્યવાહી કરવામાં આવશે. જેના માટે ફીના દર જાહેર કરાયા છે. જેમાં 15 વર્ષથી 20 વર્ષ સુધીના જુના ખાનગી વાહનો અને 20 વર્ષ કરતા વધુ જુના ખાનગી વાહનોના ફીટનેશની પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. હાલ કોઈ વાહનોમા લેઈટ ફી લેવામાં આવશે નહી. પરંતુ બીજીવાર ફીટનેશમાં વીલંબ થશે તો લેઈટ ફી વસુલવાની જોગવાઈ કરાઈ છે.
