સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારની સગીર દિકરીની તેના કાકાએ છેડતી કરવાનો બનાવ વર્ષ 2023માં બન્યો હતો. જેમાં સગીરાની માતાએ તેના જ દિયર સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ મંગળવારે ચાલી જતા કોર્ટે આરોપી કાકાને 3 વર્ષની સજા સંભળાવી છે.


સુરેન્દ્રનગર શહેરના દુધરેજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા પરીવારની સગીરાને તેનો સગો કાકો જ છેલ્લા ઘણા સમયથી છેડતી કરતો હતો. જેમાં સગીરાને અવારનવાર બથ ભરી લેતો હતો. અને સગીરા ન્હાવા જાય તો બારણામાંથી જોતો હતો. બનાવની સગીરાની માતાએ તેના સગા દીયર નીકુંજ જશવંતલાલ શાહ સામે તા. 2-8-23ના રોજ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ પણ તા. 20-1-26ના રોજ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પી.જી.રાવલની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એન.જી.શાહે આરોપી નીકુંજ શાહને 3 વર્ષની સજા ફટકારી છે. જયારે આરોપીને 6 હજારનો દંડ ફટકારાયો છે. અને ભોગ બનનારને વળતરની યોજના મુજબ રૂપિયા 20 હજાર અને આરોપીના દંડની રકમ 6 હજાર મળી કુલ રૂપિયા 26 હજાર ચૂકવવા પણ હુકમમાં જણાવાયુ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: