દસાડા ગ્રામ્યમાં રહેતા પરિવારની સગીર દીકરી કુદરતી હાજતે જતા એક શખ્સે તેને ધમકી આપી કુકર્મ કર્યુ હતુ. અને સગીરાનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. આ અંગે સગીરાના પિતાએ દસાડા પોલીસ મથકે પોકસો અને આઈટી એકટની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. મુળ પાટણ જિલ્લાનો પરિવાર હાલ દસાડા તાલુકાના એક ગામમાં રહે છે. પરિવારને સંતાનમાં ર દિકરા અને એક દિકરી છે. જેમાં સગીર દિકરી હાલ 12 મા ધોરણમાં અભ્યાસ કરે છે. પાંચેક માસ પહેલા સગીરા ગામની કેનાલ પાસે કુદરતી હાજતે ગઈ હતી. ત્યારે ગામનો સાગર નવઘણભાઈ ઠાકોર તેની પાછળ ગયો હતો. અને સગીરાના મોંઢા પર હાથ દઈ દેકારો કરીશ તો તારા માતા-પિતાને મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. અને સગીરાના કપડા ઉતરાવી તેનો વીડિયો બનાવી સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ. ગત તા. 13-10-26 ના રોજ સાગર ઠાકોરે ઉતારેલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ વાત પરિવારને ધ્યાને આવતા સગીરાના પિતાએ આરોપી સાગર નવઘણભાઈ ઠાકોર સામે દસાડા પોલીસ મથકે પોકસો અને આઈટી એકટની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ દસાડા પીઆઈ બી.સી.છત્રાલીયા ચલાવી રહ્યા છે.
