પાટડીના મેરા ગામથી નાવીયાણીનો એક વર્ષ પહેલા જ બનાવેલો પાકો ડામર રોડ અતી બિસ્માર થઇ જવા છતાય માર્ગમકાન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી નહી કરતા ગ્રામજનોએ તાત્કાલીક રીપેર કરવાની માંગ કરી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર પાટડી તાલુકાના છેવાડાના મેરા ગામથી નાવીયાણી ગામ સુધીનો પાકો ડામર રોડ વર્ષોની માંગણી બાદ એક વર્ષ પહેલા જ બનાવાયો હતો.ત્યારે આ રોડ હાલ અતી બિસ્માર અને અનેક જગ્યાએથી રોડનું નામો નિશાન જ નીકળી ગયેલુ દેખાતા રોડ બનતા સમયે કોન્ટ્રાકટર દ્વારા ગુણવતા વાળુ કામ નહી થયાનું ગામના સરપંચ વિનુભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ.અને વધુમાં મેરા ગામથી યાત્રાધામ બહુચરાજી માત્ર 8 કિ.મી અને શંખેસ્વર માત્ર 14 કિ.મી.જ અંતરે આવેલુ હોવાથી અહીથી પસાર થતા લોકો અને આજુબાજુના ગામડાના અહીથી પસાર થતા વાહનચાલકોને પણ ભારે મુસ્કેલીનો સામનો કરવો પડી રહયો છે.આ બાબતે સરપંચે વારંવાર માર્ગમકાન વિભાગ સહિતના તંત્રને રજૂઆત કરવા છતાય હજી સુધી રોડ રીપેર કરવાની યોગ્ય કાર્યવાહી નહી કરાતી હોવાથી ગ્રામજનોએ ભારે રોષ વ્યકત કરી કાર્યવાહીની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: