ધ્રાંગધ્રાના નવલગઢ ગામમાં દેશી દારૂની બદી બંધ કરાવવા માટે ગ્રામજનોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન જઇ મહિલાઓને પણ મુશ્કેલી પડતી હોવાથી રજૂઆત કરી હતી.


ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામની આજુબાજુ દેશી દારૂનું વેચાણ થતુ હોવાથી ગામની મહિલાઓને પણ હાલાકી પડતી હોવાથી લોકોએ સરપંચ જાયમાલભાઇને વાત કરી હતી.જેથી સરપંચે દારૂવેચનારાઓને ટકોર કર્યા બાદ એ લોકોએ સરપંચ ઉપર પોલીસ સ્ટેશનમાં પાયાવિહોણા આક્ષેપો કરી અરજી આપી પોલીસ ફરીયાદ દાખલ કરાવડાવી હોવાના પુર્વ સરપંચ મોહનભાઇ જાદવ સહિતના લોકોએ આક્ષેપો કરી તાલુકા પોલીસ સ્ટેશને ગ્રામજનોએ પહોંચી ગામમાં કોઇ પણ ભોગે દારૂની બદી બંધ કરાવવાની રજૂઆત કરી હતી. હવે ગ્રામજનોની રજૂઆત બાદ શું કાર્યવાહી કરે છે. એની સામે સૌની નજર મંડાયેલી છે. આ વિવાદ મામલે ધ્રાંગધ્રા તાલુકા પીઆઇ એમ. બી. વીડજાએ જણાવેલ કે ગામમાં બે જૂથ હોવાના કારણે અને સરપંચ ઉપર ફરિયાદ થવાની હોવાથી ગ્રામજનોએ આવ્યા હતા. પરંતુ ગામમાં કયાંય દારૂ વેચાતો નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: