ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ગામની સીમમાં બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મંજૂરી અંતીમ તબક્કે આવી ગયાની ગ્રામજનોને જાણ થતા સામુહીક બેઠક યોજી ગાંધીનગર રજૂઆત કરી કોઇ પણ ભોગે પ્લાન્ટ શરૂ નહી થવાનું નકકી કરાયુ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સોલડીની એકદમ ફળદ્રુપ જમીના વિસ્તારમાં વચ્ચે જ દેવયોગી હેલ્થકેર કંપની દ્વારા બાયોમેડીકલ વેસ્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે મંજૂરીની પ્રક્રિયા શરૂ કરી દેતા હજારો લોકોએ સુનાવણી સમયે ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો,એમ છતાય કંપનીની રાજકીય વગના કારણે મંજૂરીની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોચી ગયાની ગ્રામજનોને જાણ થતાની સાથે જ મોટાપાયે વિરોધ ઉભો થયો છે.સોલડીમાં ગ્રામજનોએ સામુહીક જાહેરમાં બેઠક બોલાવી કોઇપણ ભોગે આ કંપનીને મંજૂરી ન મળવી જોઇએ અને અહી કામ શરૂ ન થવુ જોઇએ એના માટે ગમે તે રીતે ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવો પડે એ કરવા માટે મહિલાઓએ પણ તૈયારી બતાવી હતી.










