સરેન્દ્રનગરના દુધરેજથી ખોડુ થઈને વેળાવદર જવાનો રસ્તો બિસમાર હતો. ત્યારે ગત માર્ચ માસમાં આ રોડ રૂ. 30.54 કરોડના ખર્ચે નવો બનાવવાના કામનો આરંભ થયો છે. ધ્રાંગધ્રા હાઈવેથી દુધરેજ ગામ તરફ જોડતો આ રોડ હાલ બન્યો છે. પરંતુ રોડ બન્યા બાદ જ આ રસ્તે આવતુ નાળુ બનાવવાનું જ જાણે કોન્ટ્રાકટર ભુલી ગયા હોય તેમ રસ્તો ખોદીને ફરીથી નાળુ બનાવવાનું કામ હાથ ધરાયુ છે. આ નાળા થકી દુધરેજ ગામના વરસાદી પાણીનો નીકાલ થતો હતો. ત્યારે નવનિર્મિત રોડ ખોદીને હવે કોન્ટ્રાકટર આ રસ્તે નાળુ બનાવનાર છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો