સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન સામે આવેલ રચના રેલવે કોલોનીમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ મકવાણા રેલવેમાં એન્જીનીયરીંગ વિભાગમાં નોકરી કરે છે. ગત તા. 28-1ના રોજ તેઓને વાંકાનેર લગ્ન પ્રસંગમાં જવાનું હોવાથી તેઓ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. અને મોડુ થઈ ગયુ હોવાથી તેઓ દિવ્યાંગ પાર્કીંગ સ્ટેન્ડમાં બાઈક મુકીને સાંજે વાંકાનેર ગયા હતા. જયાંથી ગત તા. 29-1ના રોજ સાંજે પરત આવીને જોતા બાઈક નજરે પડયુ ન હતુ. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈક ન મળી આવતા અંતે તેઓએ સુરેન્દ્રનગર રેલવે પોલીસ મથકે રૂ. 25 હજારની કિંમતનું બાઈક ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. રેલવે સ્ટેશન બહારથી બાઈક ચોરીની ઘટના બનતા પીઆઈ એચ.કે.શ્રીમાળીની સુચનાથી સ્ટાફના પીએસઆઈ સી.પી.બાવળીયા, દિગ્વીજયસિંહ, યુવરાજસિંહ, અલ્પેશભાઈ સહિતનાઓએ તપાસ આરંભી હતી. જેમાં સીસીટીવીની મદદથી બાઈક ચોરનાર ભાવનગરના કુંભારપરામાં રહેતા વિપુલ નારાયણભાઈ અઘારાને ચોરીના બાઈક સાથે ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

Vadodara : વાઘોડિયાના વલવા ગામમાં કિંમતી ખેરના લીલા ઝાડ કાપતા બે ચોર રંગેહાથ ઝડપાયા









