ચોટીલાના ઘાંચીવાડમાં રહેતા રેહાનભાઈ રફીકભાઈ માણકીયા ટ્રાન્સપોર્ટનું કામ કરે છે. તેઓને અરમાન સુલતાનભાઈ જાડેજા સાથે ટ્રકના ડ્રાઈવર રાખવા બાબતે ફોનમાં બોલાચાલી થઈ હતી. આ બાબતે અરમાને સમાધાન કરવા ઓનેસ્ટ હોટલે રેહાનભાઈને બોલાવ્યા હતા. જેમાં રેહાનભાઈ જતા અરમાન જાડેજા, અમન સુલતાનભાઈ જાડેજા અને 2 અજાણ્યા શખ્સો ત્યાં હાજર હતા. વાતચીત દરમીયાન અરમાન અપશબ્દો બોલતા રેહાનભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા ચારેયે રેહાનભાઈ પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડતા તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવાયા હતા. આ અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઈ છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: