ધ્રાંગધ્રા હળવદરોડ ઉપર રખડતુ ભટકતુ એકલવાયુ જીવન જીવતા 14 માસથી ગુમ યુવકને જમવાનું આપી જરૂરી મદદ પુરી પાડયા બાદ પરીવાર સાથે મિલન કરાવ્યુ છે.પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા 14 માસથી એક માનસીક સ્થિતી ગુમાવી બેઠેલો યુવક રખડતો ભટકતો હતો.આ યુવકને હળવદરોડ ઉપર જોઇ જતા સેવાભાવી યુવક પટેલ મેડીકલ વાળા અમીતભાઇ,રમેશભાઇ,હરદેવસિંહ રાણા પેઢડાવાળા અને મણીલાલભાઇ શિક્ષક સહિતના લોકોએ જમવાનુ અને જરૂરી મદદ પુરી પાડી હમદર્દી દાખવીને એની માનસીક સ્થિતી સુધારી નામ અને ગામ સહિતની વિગત જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેથી શહાનુભુતી જોઇ યુવક પાટણના ગોઝારીયા ગામનો બળદેવભાઇ હોવાનું જાણવા મળતા આ હળવદરોડના સેવાભાવી ગ્રુપની ટીમે એના ગામ સુધી સંપર્ક કરી પરીવારને જાણ કરતા પરીવારજનો ધ્રાંગધ્રા આવી પહોચ્યા હતા.અને અમીતભાઇ અને હરદેવસિંહ સહિતનાની હાજરીમાં ગુમ થયેલ યુવકનું પરીવાર સાથે મિલન કરાવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.પાટણના પરીવારે ધ્રાંગધ્રાની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો