સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને શહેરમાં ઉદ્યોગનગરના ગેટ પાસે આવેલ દ્વારકેશ પાન નામની દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં દુકાનના માલીક સહિત પ જુગારીયાઓ પાના ટીચતા રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂ. 2,98,480ની મત્તા સાથે પકડાયા છે. સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી પેટ્રોલીંગ કરી રહેલા વિજયસિંહ પરમાર, મુનાભાઈ રાઠોડ સહિતનાઓને સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ આવેલા આનંદપાર્કમાં રહેતો પાર્થ સુરેશભાઈ લખતરીયા પોતાની ઉદ્યોગનગરના ગેટ પાસે આવેલ દ્વારકેશ પાન નામની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં પાર્થ સુરેશભાઈ લખતરીયા, અક્ષય રમેશભાઈ સરૈયા, સંજય છેલાભાઈ ગોહિલ, અજીત હસમુખભાઈ વઢવાણીયા અને સચીન પ્રદ્યુમનભાઈ રાવલ ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 23,480, રૂપીયા 1.25 લાખના પ મોબાઈલ ફોન, રૂપીયા 1.50 લાખના 3 બાઈક સહિત રૂપીયા 2,98,480ની મત્તા સાથે પકડાયા છે. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એચ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.
