સુરેન્દ્રનગર (બ્યુરો) : લીંબડી તાલુકાના નળકાંઠાના વિસ્તારમાં મોટી કઠેચી ગામ આવેલુ છે. ગામની 2 હજારથી વધુની વસ્તી માટે ગામની બહાર બનાવેલા સમ્પમાં વિઠ્ઠલગઢથી પાણી ઠલવાય છે. પાણી પુરવઠા વિભાગના વાસ્મો યુનીટ દ્વારા ગામના સમ્પથી ઘરે ઘરે પાણી પહોંચે તે માટે આયોજન કર્યુ છે. પરંતુ તેમાં ગામના 2 ઝોન પાડી 2 વાલ્વ મુકાયા છે. જેમાં 25 ટકા વસ્તી માટે એક ઝોન અને 75 ટકા વસ્તી માટે 2 નંબરનો ઝોન બનાવાયો હતો. જેને લઈને 2 નંબરના ઝોનમાં આવેલ ભરવાડવાસ વિસ્તારમાં પુરતુ પાણી પહોંચતુ ન હતુ. જેના લીધે ભરવાડવાસના 30થી વધુ પરિવારો અને ઝોન રની અન્ય વસ્તી પરેશાની ભોગવતી હતી. ત્યારે આ સમસ્યાનો હલ લાવવા ધારાસભ્ય કીરીટસિંહ રાણાના માર્ગદર્શનથી ગામના સામાજીક આગેવાન ખલીલભાઈ સમાએ બીડુ ઝડપ્યુ હતુ. અને ગામમાં 100, 200 અને પ00નો લોકફાળો કરી રૂપીયા 50 હજારના ખર્ચે 600 ફુટ લાંબી પીવીસીની પાઈપ નાંખી સમસ્યાનો હલ કર્યો છે. મોટી કઠેચીથી નાની કઠેચી અને ગડથલ ગામોમાં પણ પાણી પહોંચતુ હોઈ આ ગામોમાં પણ પુરતા પ્રમાણમાં પાણી મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો