સુરેન્દ્રનગર (બ્યુરો) : મુળીના ગઢડામાં રહેતા ગોપાલભાઈ ઈશ્વરભાઈ બાવળીયાએ ગામના દેવાયત શામળાભાઈ રબારી પાસેથી રૂપીયા 3 લાખ વ્યાજે લીધા હતા જેની સામે રૂપીયા 36 લાખ ચુકવી દીધા હતા. અને દેવાયતે વાડીનો દસ્તાવેજ કરાવી લીધો હતો. તેમ છતાં દેવાયત રબારી, સુરેન્દ્રનગરનો કાળુ ભરવાડ અને દીલો ભરવાડ હજુ પણ ગોપાલભાઈ પાસે 3 લાખ રૂપીયા અવારનવાર માંગતા હતા અને ધમકીઓ આપતા હતા. આથી તા. 20-3-26ના રોજ ગોપાલભાઈએ કુંતલપુર ગામે હનુમાનજી મંદિર પાસે ઝેરી દવા પી મોતને વહાલુ કર્યુ હતુ. જેમાં મૃતકના ભાઈ વિપુલભાઈએ ત્રણેય સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ફરાર આરોપી રતનપરના વીહારપાર્કમાં રહેતા દીલીપ સોંડાભાઈ જોગરાણાને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વઢવાણ દુધની ડેરી પાસેથી ઝડપી લીધો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો