સુરેન્દ્રનગર એસઓજી ટીમે બાતમીને આધારે ચોટીલા તાલુકાના રાજપર ગામે આવેલ સીમવાડીના મકાનમાં રેડ કરી હતી. જેમાં 62 વર્ષીય વૃધ્ધ 3 કિલો અને 770 ગ્રામ વજનના રૂપીયા 1,88,500ની કિંમતના પ્રતીબંધીત ગાંજા સાથે મળી આવતા તેની સામે એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર પ્રતીબંધીત ગાંજા સાથે શખ્સો મળી આવે છે. ત્યારે ચોટીલાના રાજપર ગામેથી 1.88 લાખ રૂપીયાની કિંમતના 3 કિલો 770 ગ્રામ વજનના ગાંજા સાથે વૃધ્ધ ઝડપાયો છે. મળતી માહીતી મુજબ સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ વાય.પી.પટેલ, પીએસઆઈ ઝેડ.એલ.ઓડેદરા, કાનાભાઈ સાબંડ સહિતનાઓને ચોટીલા-આણંદપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગ દરમીયાન તા. 19ના રોજ સાંજે ચોટીલા તાલુકાના રાજપર ગામે રહેતો મગન પાંચાભાઈ રોજાસરા તેની વાડીમાં આવેલ મકાનમાં વેચાણ અર્થે પ્રતીબંધીત સુકો ગાંજો રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડીના મકાનમાં પ્લાસ્ટીકની મોટી કોથળીમાં ભરેલ 3 કિલો અને 770 ગ્રામ વજનનો રૂપીયા 1,88,500ની કિંમતનો પ્રતીબંધીત સુકો ગાંજો મળી આવ્યો હતો. આથી રાજપરના 62 વર્ષીય મગન પાંચાભાઈ રોજાસરાની સુકા ગાંજા સાથે ધરપકડ કરી તેની સામે આણંદપુર પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ બી.એન.દીવાન ચલાવી રહ્યા છે.
