સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરની શાળા નંબર 12માં સ્ટેમ ઈનોવેશન એન્ડ લર્નીંગ સેન્ટર લેબનું ઉદ્દઘાટન કરાયુ હતુ. આ તકે ડાયેટના વિમલભાઈ દંગી, અફઝલભાઈ અન્સારી, શાળાના આચાર્ય પ્રાગજીભાઈ હડીયલ, શાળા નં. 13ના આચાર્ય અશોકભાઈ પેઢડીયા, દીપેશકુમાર સહિતનાઓ ઉપસ્થીત રહ્યા હતા. આ લેબમાં વિદ્યાર્થીઓ માટે રોબોટીકસ મોડલ્સ, 3ડી પ્રીન્ટેડ મોડલ્સ, 3ડી પ્રીન્ટર, સ્ટેમ આધારીત શૈક્ષણીક સામગ્રી ઉપલબ્ધ કરાવાઈ છે. જેનાથી છાત્રોને માત્ર પાઠયપુસ્તક આધારીત શિક્ષણના બદલે પ્રયોગો, મોડલ નિર્માણ, વિવિધ પ્રવૃતીઓ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મળશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો