સુરેન્દ્રનગર જિલ્લામાં બે કલેકટર અને એક અધિક કલેકટર જેલમાં ગયા છે એમ છતાય અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા અને નેતાઓનું તો કાઇ સાંભળતા જ નથી એવુ લાગી રહયુ છે.સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ગોહિલ છેલ્લા ચાર વર્ષથી સતત ચાર્જમાં નોકરી કરી રહયા છે.એમનાથી એમનો સ્ટાફ,જિલ્લા પંચાયતના નેતાઓ,ડોકટરો સહિતના ત્રાહીમામ હોવા છતાય તાનાશાહીની જેમ કામગીરી કરી રહયા હોવાનો જિલ્લાભરમાં ગણગણાટ ચાલી રહયો છે.ડોકટરો અને ટ્રસ્ટના સંચાલકોએ આરોગ્ય અધિકારી સી.બી.ગોહિલ ઉઘરાણા કરતા હોવાની રજૂઆત બાદ પ્રોગ્રામ ઓફીસરને તો છુટા કરી દીધા અને ગોહિલ સામેની ડી.ડી.ઓ.કે.એસ.યાજ્ઞીકે તટસ્થ અધિકારી નિયામક બી.કે.દવેને તપાસ પણ સોંપી છે.અનેક લોકો ગોહિલ વિરૂધ્ધ રજૂઆતો કરી રહયા છે ત્યારે મીડીયાના માધ્યમથી ધ્રાંગધ્રાના ઓમેક્ષ ટ્રસ્ટની હોસ્પીટલના ટ્રસ્ટીઓને પણ તપાસ સોપ્યાની જાણ થતા તેઓ સામે પણ અગાઉ ખોટી કાર્યવાહી થઇ હોવાથી ટ્રસ્ટીઓએ પણ ગોહિલનો ચીઠો ખોલી દીધો છે.ઓમેક્ષ ટ્રસ્ટની હોસ્પીટલ શહેરના મનુકાકા,ઇશુકાકા જેવા મોટા ઉધ્યોગપતિઓ કોઇ પણ સરકારી શહાય વગર એકદમ રાહતદરે ચલાવી રહયા છે.ત્યારે ટ્રસ્ટની હોસ્પીટલની જ જગ્યામાં એક ખાનગી ગાયનેક ડોકટર ચાલીસ પચાસ હજાર રૂપીયામાં સીઝીરીયન ડીલીવરી કરે છે ત્યારે આ ટ્રસ્ટમાં મામુલી રકમથી ડીલીવરી થતી હોવાથી બાજુના ખાનગી ગાયનેક ડોકટરના ત્યાં દર્દી એકદમ ઘટી ગયાનું પણ જાણવા મળ્યુ હતુ.એવામા કોઇ પણ વાંકગુના વગર જિલ્લા આરોગ્ય અધિકારી સી.બી.ગોહિલે ઓમેક્ષ હોસ્પીટલનું સોનોગ્રાફી મશીન બપોરે આવીને શીલ કરી દીધુ હતુ.આ બાબતની ડોકટરોએ ટ્રસ્ટીઓને જાણ કરતાની સાથે જ ટ્રસ્ટીઓએ સાંજે તાત્કાલીક રૂબરૂ જિલ્લા કલેકટર,ડી.ડી.ઓ.અને જિલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણભાઇ પટેલને ખોટી રીતે મશીન શીલ કર્યાની રજૂઆત કરતાની સાથે જ રાત્રે આઠ વાગ્યે ગોહિલે ધ્રાંગધ્રા ટી.એચ.ઓ.ને મોકલી મશીનનું શીલ ખોલી નાખ્યુ હતુ.આમ આરોગ્ય અધિકારી ગોહિલ તાનાશાહીની જેમ મનફાવે એમ કોઇના ઇશારે કામ કરતા હોય એવુ લાગતા હાલ નિયામકને તપાસ સોંપી છે ત્યારે આ ગંભીર બાબતની ઓમેક્ષ હોસ્પીટલના ટ્રસ્ટીઓએ પણ રજૂઆત કરી છે.આવી અનેક ગંભીર રજૂઆતો સામે આવ્યા બાદ સરકાર શું કાર્યવાહી કરે છે એની સામે જિલ્લાભરના લોકોની નજર મંડાયેલી છે.
