સુરેન્દ્રનગર : સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે તા. 16-8-રપના રોજ સાયલા-લીંબડી હાઈવે પર વઢવાણના બલદાણા પાસે કન્ટેનરને રોકી ચાલક રાજસ્થાનના અચલારામ રાજુરામ જાટ અને જોરાવરનગરના હનુમાન ચોકમાં રહેતા ધર્મેશ ઉર્ફે ધ્રુવ દિનેશભાઈ સતાપરાને દારૂ સાથે ઝડપી લીધા હતા. આ શખ્સોની પુછપરછમાં દારૂ રાજસ્થાનના મનીશ ઉર્ફે શુટર દ્વારા સતારામ જાટ થકી ભરાવી અપાયો હતો. જયારે સુરેન્દ્રનગરની નવરંગ સોસાયટીમાં રહેતો વિજય ખાચર અને સાયલાના ધજાળાનો નરેન્દ્ર કનુભાઈ જળુ આ દારૂ ભાગીદારીમાં મંગાવતા હોવાનું ખુલ્યુ હતુ. આથી એસએમસીની ટીમે બન્ને આરોપીઓને વિદેશી દારૂની 13,931 બોટલ કિંમત રૂપીયા 1,78,67,900, રૂપીયા 30 લાખનું કન્ટેનર, મોબાઈલ મળી કુલ રૂપીયા 2,08,90,725ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વઢવાણ પોલીસ મથકે કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધી હતી. આ કેસની તપાસમાં આરોપી તરીકે સાયલા તાલુકાના લાખાવાડના વિજય લધુભાઈ ખવડનું નામ ખુલ્યુ હતુ. ત્યારે રાજકોટ રેન્જની ટીમના યોગેન્દ્રસિંહ ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વિજયસિંહ પરમાર સહિતની ટીમે આ ફરાર આરોપીને સુરેન્દ્રનગર બસ સ્ટેશન પાસેથી ઝડપી લઈ વઢવાણ પોલીસના હવાલે કર્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો