સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરી પોલીસને થાપ આપી નાસતા-ફરતા તત્વો સામે પેરોલ ફર્લો સ્કવોડે લાલ આંખ કરી છે. વઢવાણ પોલીસ મથકની હદમાં ગુનો આચરી લાંબા સમયથી ફરાર થયેલા બે આરોપીઓને પોલીસે અમરેલીની એક હોટલ પાસેથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે.
અમરેલીની હોટલ પાસે થઈ ધરપકડ
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડને ચોક્કસ બાતમી મળી હતી કે વઢવાણ પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ અમરેલી વિસ્તારમાં છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસે અમરેલીના માણેકપરા વિસ્તારમાં આવેલી 'એન્જલ હોટેલ' પાસે વોચ ગોઠવી હતી. પોલીસની ટીમે સમય સૂચકતા વાપરીને આ સ્થળેથી બંને આરોપીઓને દબોચી લીધા હતા.










