સુરેન્દ્રનગર : થાન નગરપાલીકામાં કામ કરતા 9 કર્મચારીઓએ રેલવેનો કોન્ટ્રાકટ મેળવવા વાંકાનેરના રૂષીત અરવિંદભાઈ વ્યાસને રૂપીયા 1,77,240 આપ્યા હતા. જેમાં આવો કોઈ કોન્ટ્રાકટ જ ન હોવાની જાણ થતા આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ થાન પોલીસ મથકે ગત મે માસમાં નોંધાઈ હતી. ત્યારે આ બનાવના ફરાર આરોપી વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા 29 વર્ષીય રૂષીત વ્યાસને થાન પોલીસની ટીમે ઝડપી પાડયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો